આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અઘ્યક્ષની સૂચના અનુસાર જુનાગઢ જીલ્લા સંગઠન ના આગેવાનો અને જવાબદાર કાર્યકર્તાઓ સાથે સંગઠનને મજબૂત બનાવવા જીલ્લાના તમામ તાલુકા અને મંડલ કાર્યકર્તા જોડે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. મંડલ કક્ષાએ પોતાના કાર્ય ક્ષેત્રમાં પાર્ટીની સૂચના મુજબ બાકી રહેલી કામગીરી અંગે સંવાદ કાર્યક્રમ ચોરવાડ mp ઓફિસ ખાતે યોજાયો,જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા હાજર રહ્યા હતા, એ બેઠકમાં હાજરી આપી સંગઠન ને મજબૂત બનાવવા ની સાથે મંડલ કક્ષાએ અધૂરા કામો સત્વરે પુરા કરવા જરૂરી સૂચન કર્યું હતું. એસાથે આગામી ૧૭. સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિન નિમિતે વિશિષ્ટ ઉજવણી કરવા અંગે વિચાર વિમર્શ કરાયુ હતું..







