આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષશ્રીના આદેશ અનુસાર જિલ્લાના જવાબદાર તાલુકા મંડલ પ્રમુખો તેમજ પાર્ટીના સિનિયર આગેવાનો સાથે બેઠકો યોજી પાર્ટીની નીતિ રીતિ તેમજ સંગઠનના માળખાને મજબૂત બનાવવા સાથે સંગઠનના માળખાની નવનિયુક્ત નિમણૂક બાદ બાકી રહી ગયેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા વંથલી ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં હાજરી આપી, કાર્યકર્તાઓને આગામી સમયમાં બુથ,તાલુકા,તેમજ મંડલ કક્ષાએ અધૂરી રહેલી કામગીરી પૂરી કરવા તાકીદ કરી હતી, સાથે સાથે આવનારી ૧૭. સપ્ટેમ્બરના રોજ દેશના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નો જન્મદિવસ આવતો હોય જેને લઇને જિલ્લા તેમજ તાલુકા મોરચા મંડલ દ્વારા જન્મદિવસની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, સહિત વિવિધ રીતે કાર્યક્રમ ગોઠવાય અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.








