ભારતીય જનતા પાર્ટી ના સંગઠન ને મજબૂત બનાવવા પ્રદેશ અધ્યક્ષ ની સુચના અનુસાર જૂનાગઢ જીલ્લા સંગઠનના જવાબદાર કાર્યકર્તાઓ જવાબદાર તાલુકા તેમજ મંડલ કક્ષાના મંડલ પ્રમુખો મહામંત્રીઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવેલ જેમાં કેશોદ શહેર/તાલુકાના સિનિયર કાર્યકરો સાથે કેશોદ સ્થિત સોની સમાજની વાડી ખાતે બેઠક યોજાઇ જેમાં હાજરી આપી, બુથ તેમજ મંડલ કક્ષાએ સંગઠનાત્મક કામગીરી ને સત્વરે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, સાથે આગામી 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન, નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે વિવિધ રીતે કાર્યક્રમો યોજાય તે અંગે પણ વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.











