Posted in Visavadar

વિસાવદર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ના આગામી “જન આશીર્વાદ યાત્રા” ના આયોજન માટે બેઠક કરી.

આજ રોજ વિસાવદર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ના આગામી “જન આશીર્વાદ યાત્રા” ના આયોજન માટે વિસાવદર તાલુકા અને શહેર ભાજપ સાથે બેઠક કરી આ યાત્રા ને સફળ બનાવવા માટે જરૂરી સુચન કરેલ.

Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય *દિનદયાલભવન* ખાતે એક બેઠક યોજાઇ હતી. ભારતભરમાં *જન આશીર્વાદ યાત્રા* નું આયોજન અંગે બેઠક યોજાઇ હતી.

જૂનાગઢ ખાતે આવનાર *જન આશીર્વાદ યાત્રા* -૨૦૨૧ અંગે બેઠક મળી આજરોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય *દિનદયાલભવન* ખાતે એક બેઠક યોજાઇ હતી જેમાં માન. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જગત પ્રકાશ નડ્ડાજીના નિર્દેશાનુસાર માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી નવા વિસ્તરણ કરાયેલ કેબિનેટ મંડલ માં સમાવિષ્ટ ૪૩.નવા મંત્રીશ્રીઓ દ્વારા સ્વતંત્ર દિવસ, ૧૫ ઓગસ્ટથી ૨૧ ઓગષ્ટ ત્રણ દિવસ ભારતભરમાં *જન આશીર્વાદ યાત્રા* નું આયોજન કરવામાં આવેલ હોય જેને લઇને જૂનાગઢ ખાતે આગામી ૧૯/૨૦. ઓગસ્ટના રોજ *જન આશીર્વાદ યાત્રા જૂનાગઢ* પહોંચવાની હોય જેને લઇને આ યાત્રાના સ્વાગત સહિતના વિવિધ કાર્યક્રમ અંગે જિલ્લા કાર્યાલય *દિનદયાલ ભવન* ખાતે મળેલ બેઠકમાં હાજરી આપી.યાત્રાના સ્વાગતથી લઇ તમામ કાર્યક્રમ અંગે સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જીલ્લા,તાલુકાના હોદ્દેદારો, તેમજ યુવા મોરચા અને મહિલા મોરચાના જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા