આજરોજ રાજભવન, માન. મુખ્યમંત્રીશ્રી, માન. નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ માન. મંત્રીશ્રીઓના નિવાસસ્થાને ફળઝાડ અને બાગાયતી વૃક્ષોના વાવેતર પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુસર બાગાયતી વૃક્ષોનો *’વૃક્ષારોપણ કાર્યક્રમ’ મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં* યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા ના ગાંધીનગર નિવાસસ્થાને મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કિરીટભાઈ પટેલે એ પણ બાગાયતી વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું……..વનમહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા વૃક્ષારોપણ કાર્યક્રમને કારણે રાજ્યમાં વૃક્ષ આચ્છાદિત ભૂમિમાં ઘણો વધારો થયેલ છે.



