શ્રાવણ માસના ચોથા સોમવારે જવાહર રોડ પર આવેલા સુવર્ણ શિખર બદ્ધ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે મંદિરના મહંત સ્વામી શ્રી શાસ્ત્રી પ્રેમ સ્વરૂપ દાસજીનના નિમંત્રણ ને સહર્ષ સ્વીકારી મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના સ્વ હસ્તે પ્રસ્થાપીત કરાયેલ બળિયા દેવ, રાધારમણ દેવ, રણછોડરાય ત્રિકમરાય તેમજ મૂર્તિ સ્વરૂપ બિરાજતાં સંકલ્પ સિદ્ધ સિદ્ધેશ્વર મહાદેવ,ના દર્શન કરવાનો લ્હાવો લીધો સાથે મંદિરના કોઠારી સ્વામી શ્રી.પ્રેમ સ્વરૂપ દાસજીના આશીર્વાદ મેળવ્યા.
Month: August 2021
કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી જૂનાગઢ જિલ્લાનાં કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત કરેલ.
આજરોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી નું ગુજરાતના પ્રવાસ દરમ્યાન જૂનાગઢ જિલ્લાનાં કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પ ગુચ્છથી સ્વાગત કરેલ.
ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી સાથે સોમનાથ દાદાને શીશ ઝુકાવી જનતા જનાર્દન ના સુખાકારી માટે પ્રાથના કરી
આજરોજ ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી સાથે સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ દાદાને શીશ ઝુકાવી જનતા જનાર્દન ના સુખાકારી માટે પ્રાથના કરી
press coverage
જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામ ખાતે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળના લોકાર્પણ પ્રસંગે હાજરી આપવાનો મોકો મળ્યો.મંડળના કર્મયોગી મહિલા સંચાલક બહેનોના સેવાકીય કાર્યને બિરદાવી માનવ ધર્મ બજાવ્યો
આજરોજ જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામ ખાતે મુખ્ય દાતાશ્રી.માતૃશ્રી શીવુંબા ગોરધનભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ,સુરત ના સહયોગથી સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ને ૮૮.માં ભવન ના લોકાર્પણ પ્રસંગે હાજરી આપવાનો મોકો મળ્યો.જેમાં સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ના કર્મયોગી મહિલા સંચાલક બહેનોના સેવાકીય કાર્યને બિરદાવી માનવ ધર્મ બજાવ્યો
જૂનાગઢ જીલ્લા કાર્યાલય “પંડીત દીનદયાલ” ભવન ખાતે નમો એપ અભિયાન સંદર્ભે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું.
જૂનાગઢ જીલ્લા કાર્યાલય “પંડીત દીનદયાલ” ભવન ખાતે નમો એપ અભિયાન સંદર્ભે આજરોજ જુનાગઢ જીલ્લા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું.આ તકે જીલ્લા સંગઠનના હોદેદારશ્રીઓ, મંડલ પ્રમુખશ્રી-મહામંત્રીશ્રી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇ. ટી),સોશીયલ મીડ્યા,તેમજ વિવિધ સેલ, મોરચાની ટીમના સભ્યો,હોદેદારશ્રીઓ, ઉપસ્થિત રહ્યા.જેમાં હાજરી આપી,નમો એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલેશન સંદર્ભે જીણવટ ભરી માહિતી આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયા ટિમની સૌકોઈ ની વિશેષ કામગીરી ની માહિતી મેળવી પાર્ટી ના પ્રચાર પ્રસાર વિષે માહિતી આપી.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ ની આઇ.ટી. અને સોશિયલ મીડિયા ટિમ સાથે શુભેચ્છા મુલાકાત કરી સૌકોઈ ની વિશેષ કામગીરી ની માહિતી મેળવી પાર્ટી ના પ્રચાર પ્રસાર વિષે માહિતી આપી.
શ્રાવણ માસ અને નાગપાંચમના પવિત્ર દિવસે ભવનાથ દાદા ના સાનિધ્યે દર્શનનો અદભુત લહાવો લીધો.
આજરોજ શ્રાવણ માસ અને નાગપાંચમના પવિત્ર દિવસે ભવનાથ દાદા ના સાનિધ્યે દર્શન કરી દાદાને પૂજા-અર્ચના કરવાનો અદભુત લહાવો લીધો, સાથે મંદિરના મહંત શ્રી હરીગીરીજી મહારાજના આશીર્વાદ લીધા.
જુનાગઢ જિલ્લાના તાલુકા મંડલ સ્તરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સાથે સંગઠનના માળખાને મજબૂત બનાવવા માણાવદર તાલુકાના બાંટવા ખાતે બેઠકનું આયોજન થયેલ હતું.
આજરોજ જુનાગઢ જિલ્લાના તાલુકા મંડલ સ્તરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સાથે સંગઠનના માળખાને મજબૂત બનાવવા માણાવદર તાલુકાના બાંટવા ખાતે સંગઠનના જવાબદાર કાર્યકર્તાઓ તેમજ મંડલ ના પ્રમુખ મહામંત્રીઓ સંગઠનના સિનિયર આગેવાનોની બેઠકનું આયોજન થયેલ જેમાં હાજરી આપી સંગઠનોની રચના બાદ અધૂરી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સાથે પાર્ટી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમો અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.બાદમાં આગામી ૧૭.ઓગષ્ટના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો યોજી જન્મદિવસ ની ઉજવણી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સોરઠ લેઉવા પટેલ સમાજ ના શ્રેષ્ઠીઓ દ્વારા “જન આશીર્વાદ યાત્રા” દરમ્યાન કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા નું વિસાવદર ખાતે ભવ્ય સન્માન.
સોરઠ લેઉવા પટેલ સમાજ ના શ્રેષ્ઠીઓ દ્વારા “જન આશીર્વાદ યાત્રા” દરમ્યાન કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા નું વિસાવદર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવેલ.

















































































