આજરોજ ચોરવાડી ખાતે મનરેગા યોજના અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, જેમાં હાજરી આપી, સરકારશ્રીના ગ્રીન જુનાગઢ ક્લીન જુનાગઢ અભિગમને આગળ ધપાવ્યો, આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ ખટારિયા, ડીડીઓ સહિત જિલ્લા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા.આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષોના વાવેતરની સાથે વૃક્ષોના જતનનો પણ સંકલ્પ લીધો હતો.







