આજરોજ ૨૯.૦૭.૨૦૨૧ ના રોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામે આવેલ હાઇસ્કુલ બિલ્ડિંગ ખાતે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મેગા સર્વરોગ નિદાન કેમ્પ માં હાજરી આપી. આ કેમ્પ માં જય અંબે હોસ્પિટલ ચાપરડા અને રાણપુર ના વતની ડો.આકાશ કોરાટ સહિત ૧૮.જેટલા વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરો ઊપસ્થિત રહી દર્દી નારાયણ ની સેવા રૂપી સારવાર કરી હતી. કેમ્પ માં સારવાર સાથે જરૂરી દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવી હતી.







