આજરોજ ૨૯.૦૭.૨૦૨૧ ના રોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામે આવેલ હાઇસ્કુલ બિલ્ડિંગ ખાતે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મેગા સર્વરોગ નિદાન કેમ્પ માં હાજરી આપી. આ કેમ્પ માં જય અંબે હોસ્પિટલ ચાપરડા અને રાણપુર ના વતની ડો.આકાશ કોરાટ સહિત ૧૮.જેટલા વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરો ઊપસ્થિત રહી દર્દી નારાયણ ની સેવા રૂપી સારવાર કરી હતી. કેમ્પ માં સારવાર સાથે જરૂરી દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવી હતી.
Day: July 29, 2021
વિસાવદર તાલુકાના ઈશ્વરીયા માડાવડ ગામે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બલ્ડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો.
આજરોજ વિસાવદર તાલુકાના ઈશ્વરીયા માડાવડ ગામે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બલ્ડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો… આ કેમ્પ માં હાજરી આપી ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. કેમ્પ ના આયોજક કાર્યકરો નો ઉત્સાહ વધાર્યો હતો.
બીલખા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જુનાગઢ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ બીલખા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જુનાગઢ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજરી આપી. તાલુકા ભાજપ યુવા મોરચાના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે બ્લડ ડોનેશન કરનારને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા.


























