આજ રોજ ગુજરાત ના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે જૂનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે દર્દી ઓ તથા તેમના સગા સંબંધીઓ માટે ભાજપ પરીવાર દ્વારા ચાલતા ભોજન વ્યવસ્થા ની મુલાકાત કરી હતી.તથા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા સીવીલ હોસ્પિટલ માં દાખલ દર્દી ઓ તથા તેમના સગા સંબંધીઓ સાથે ચર્ચા કરી હતી.તથા જરૂરી સુચનો કર્યા હતા..આ તકે કેબીનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢ ના મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, જુનાગઢ શહેર ભાજપ ના પ્રમુખ શ્રી પુનીત ભાઇ શર્મા, જૂનાગઢ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી શાંતાબેન દિનેશભાઈ ખટારીયા, જુનાગઢ ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા સહકારી બેંક ના મેનેજીંગ ડાયરેકટર દિનેશભાઈ ખટારીયા,કેશોદ ના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ.જુનાગઢ જીલ્લા ભાજપ મહામંત્રી ડો.જય ત્રિવેદી વગેરે ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા







