Posted in Junagadh

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં યુવા ભાજપ ના કાર્યકર્તા અશ્વિનભાઈ સતાસીયા ની મુલાકાત કરેલ.

આજરોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં યુવા ભાજપ ના કાર્યકર્તા અશ્વિનભાઈ સતાસીયા ની મુલાકાત લઈ ખબર અંતર પુછેલ, અને તેઓ જલ્દી થી સાજા થઈ જાય તેવી અભ્યર્થના વ્યક્ત કરેલ.

Posted in Junagadh

કોરોના મહામારી ની વચ્ચે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પીપીઈ કીટ પહેરીને કોવિડ વોર્ડ ની મુલાકાત.

કોરોના મહામારી ની વચ્ચે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પીપીઈ કીટ પહેરીને કોવિડ વોર્ડ ની મુલાકાત લઈને ત્યાં સારવાર લઇ રહેલા દર્દીઓને વ્યક્તિગત મળીને ખબર અંતર જાણ્યા અને દર્દીઓને અપાતા ભોજન ની પણ ગુણવત્તા ની ચકાસણી કરીને, ઘટતી સુવિધાઓ તાકીદે અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તેવી સૂચના ફરજ પર હાજર ડોકટરો ને આપી.

Posted in Visavadar

વિસાવદર શહેર તેમજ તાલુકામાં કોરોનાની સ્થિતિ જાણવા અને તેના નિયંત્રણ માટે વિસાવદરની હોસ્પિટલ ખાતે મેડીકલ ઓફિસર સાથે ચર્ચા કરી હતી.

વિસાવદર શહેર તેમજ તાલુકામાં કોરોનાની સ્થિતિ જાણવા અને તેના નિયંત્રણ માટે વિસાવદરની હોસ્પિટલ ખાતે મેડીકલ ઓફિસર સાથે ચર્ચા કરી હતી. તેમજ વેક્ષીનેશન સેન્ટર ની મુલાકાત કરેલી. કોરોનાની સ્થિતિમાં જલ્દીથી સુધારો લાવવા જરૂરી સૂચનો કર્યાં હતાં.

Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલયમાં છેલ્લા 18 વર્ષથી ઈમાનદારી અને કર્મઠતાથી એક સ્વયમસેવક”વિપુલભાઈ વ્યાસ”ને જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલ એક ઇલેક્ટ્રિક બાઇક અર્પણ કરી.

🙏સ્વર્ગ મેળવવા માટે તપ કરવાંની જરૂર નથી બીજા ને મદદ કરો એજ ઘણું છે..🙏
આજ રોજ જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ના જન્મ દિવસ નિમિત્તે જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલયમાં છેલ્લા 18 વર્ષથી ઈમાનદારી અને કર્મઠતાથી એક સ્વયમસેવક તરીકે સેવા બજાવતા સોંઉ ના લાડીલા એવા
” વિપુલભાઈ વ્યાસ “
ને જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલ ની લાગણી થી તથા જીલ્લા ભાજપ પરીવાર ના સહયોગથી એમને ભેટ સ્વરૂપે પોતાના પરિવહન માટે 45000/-ની કીંમત નું એક ઇલેક્ટ્રિક બાઇક અર્પણ કરી ભારતીય જનતા પાર્ટીમાં પરિવાર ની ભાવના સ્વરૂપે એમને બિરદાવી અને સન્માન આપવામાં આવ્યું..

Posted in Junagadh

જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ સુપ્રીડેન્ટ સાથે બેઠક યોજી હતી.

જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ સુપ્રીડેન્ટ સાથે બેઠક યોજી હતી. જૂનાગઢમાં કોરોનાની સ્થિતિની વિગતો મેળવીને નિયંત્રણ માટે જૂનાગઢ મહાનગર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શાંતાબેન દિનેશભાઈ ખટારીયાની ઉપસ્થિતિમાં જરૂરી સૂચનો કર્યાં હતાં.

Posted in Visavadar

બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે નવા બનેલા કુદરતી ઉપચાર કેન્દ્ર સંકુલ ” પૂર્ણશક્તી હોલિસ્ટિક વેલનેસ ” નો શુભારંભ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના વરદ હસ્તે.

શ્રી આજરોજ ગાંધીનગરથી બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે નવા બનેલા કુદરતી ઉપચાર કેન્દ્ર સંકુલ ” પૂર્ણશક્તી હોલિસ્ટિક વેલનેસ ” નો શુભારંભ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના વરદ હસ્તે ઓનલાઇન થયેલ અને મુખ્યમંત્રીશ્રી સાથે ગાંધીનગર ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

શ્રી બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે નવા બનેલા કુદરતી ઉપચાર કેન્દ્ર સંકુલ ” પૂર્ણશક્તી હોલિસ્ટિક વેલનેસ ” નો શુભારંભ સ્થળ મુલાકાત કરેલ.

શ્રી બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે નવા બનેલા કુદરતી ઉપચાર કેન્દ્ર સંકુલ ” પૂર્ણશક્તી હોલિસ્ટિક વેલનેસ ” નો શુભારંભ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા તારીખ ૮ એપ્રિલ ના રોજ ઓનલાઇન થવાનો હોય , સ્થળ મુલાકાત કરેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ માં મુક્તાનંદબાપુ ના વરદ હસ્તે પ્રાથમિક શાળા ના બિલ્ડીંગ નું લોકાર્પણ.

આજરોજ વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ માં મુક્તાનંદબાપુ ના વરદ હસ્તે પ્રાથમિક શાળા ના બિલ્ડીંગ નું લોકાર્પણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .

Posted in Visavadar

ભાજપના સ્થાપના દિન નિમિત્તે વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ ના સ્ટેચ્યૂ નું અનાવરણ.

આજરોજ ભાજપના સ્થાપના દિન નિમિત્તે વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ ના સ્ટેચ્યૂ નું અનાવરણ પૂજ્યશ્રી મુકતાનંદજી બાપુ ની વિશેષ ઉપસ્થિતી માં કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેનશ્રી કિરીટભાઈ તથા વેપારી મીત્રો અને આરોગ્ય ખાતા ના સહયોગથી કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

આજ રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેનશ્રી કિરીટભાઈ તથા વેપારી મીત્રો અને આરોગ્ય ખાતા ના સહયોગથી કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ, ખેડૂતો તથા મજૂરભાઈઓ એ આ કેમ્પ નો લાભ લીધો…