Month: November 2020
સમસ્ત ભાજપ પ્રેરિત લેઉવા પટેલ સમાજ ના આગેવાનો અને ખોડલધામ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવેલ .
જૂનાગઢ જિલ્લાના કાર્યકરો તેમજ આગેવાનોએ રૂબરૂ મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી
આગેવાનોએ રૂબરૂ મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી તે સૌનો હૃદયપૂર્વક આભાર.
આજરોજ પ્રદેશ ભાજપ કાર્યાલય ” કમલમ ” ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ અને માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે મુલાકાત કરેલ .



હ્રદય પુર્વક આભાર
જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે ની સતત બીજી વખત જવાબદારી મળવા બદલ આપ સર્વેની અઢળક શુભકામનાઓ મળી અને ખુબ મોટી સંખ્યામાં આપ લોકોએ ટેલિફોનીક અભિનંદન પાઠવી, આપનો સ્નેહ અને લાગણી દર્શાવી તે બદલ તમામ આગેવાનો, કાર્યકર મિત્રો, સ્નેહીઓ અને પરિવારજનો નો હું હ્રદય પુર્વક આભાર વ્યક્ત કરુ છુ. આપ સર્વેના સાથ અને સહકાર થી જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન વધુ મજબૂત અને કાર્યક્ષમ બનશે, તેવી આશા વ્યક્ત કરુ છુ.આવતીકાલે તા. 11-11-2020 ના રોજ બપોરે 3-00 વાગ્યે રુબરુ મળીશું. સ્થળ : જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “ દીનદયાલ ભવન” જૂનાગઢ.

પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેત્રુત્વએ મારા ઉપર વિશ્વાસ મુકી જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે ની સતત બીજી વખત જવાબદારી સોંપી અને
મારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ તમામ શીષ નેત્રુત્વ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છુ.આપ સર્વેના વિશ્વાસ ને સાર્થક કરવાની પુરી કોશીશ કરીશ.
આ તકે જૂનાગઢ જિલ્લા ભાજપ ના તમામ કાર્યકરો નો પણ આભાર વ્યક્ત કરુ છુ.

બગસરા તાલુકાના ઘેટીયાવદર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી ગ્રામજનો ને સંબોધિત કર્યા.
આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમદિવસોમાં બગસરા તાલુકાના ઘેટીયાવદર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી ગ્રામજનો ને સંબોધિત કર્યા.
રાખોલીયા પરિવાર સાથે બેઠક કરેલ.
આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ખારી ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી રાખોલીયા પરિવાર સાથે બેઠક કરેલ.
નવનિયુક્ત ડિરેક્ટરશ્રીઓના અભિવાદન સમારોહ મા ઉપસ્થિત રહેલ.
આજરોજ જૂનાગઢ સિંગદાણા ફેક્ટરી એસોસિએશન દ્વારા આયોજિત જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના નવનિયુક્ત ડિરેક્ટરશ્રીઓના અભિવાદન સમારોહ મા ઉપસ્થિત રહેલ.

શ્રધ્ધેય કેશુબાપા પટેલ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.
આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ ડિરેક્ટરશ્રીઓ દ્વારા ગુજરાત ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી ના મોભી શ્રધ્ધેય કેશુબાપા પટેલ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.
























































































































































































































































































































