Posted in Gandhinagar

આજરોજ પ્રદેશ ભાજપ કાર્યાલય ” કમલમ ” ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ અને માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે મુલાકાત કરેલ .

Posted in Photo Story

હ્રદય પુર્વક આભાર

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે ની સતત બીજી વખત જવાબદારી મળવા બદલ આપ સર્વેની અઢળક શુભકામનાઓ મળી અને ખુબ મોટી સંખ્યામાં આપ લોકોએ ટેલિફોનીક અભિનંદન પાઠવી, આપનો સ્નેહ અને લાગણી દર્શાવી તે બદલ તમામ આગેવાનો, કાર્યકર મિત્રો, સ્નેહીઓ અને પરિવારજનો નો હું હ્રદય પુર્વક આભાર વ્યક્ત કરુ છુ. આપ સર્વેના સાથ અને સહકાર થી જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન વધુ મજબૂત અને કાર્યક્ષમ બનશે, તેવી આશા વ્યક્ત કરુ છુ.આવતીકાલે તા. 11-11-2020 ના રોજ બપોરે 3-00 વાગ્યે રુબરુ મળીશું. સ્થળ : જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “ દીનદયાલ ભવન” જૂનાગઢ.

પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેત્રુત્વએ મારા ઉપર વિશ્વાસ મુકી જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે ની સતત બીજી વખત જવાબદારી સોંપી અને
મારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ તમામ શીષ નેત્રુત્વ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છુ.આપ સર્વેના વિશ્વાસ ને સાર્થક કરવાની પુરી કોશીશ કરીશ.

આ તકે જૂનાગઢ જિલ્લા ભાજપ ના તમામ કાર્યકરો નો પણ આભાર વ્યક્ત કરુ છુ.